24 વર્ષથી નાસતા ફરતા હત્યારોપીને પીસીબીએ હૈદરાબાદથી દબોચ્યો
સુરત, 03 એપ્રિલ (હિ.સ.) હત્યા,અપહરણ સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપ્યા બાદ ફરાર ચાલતા આરોપીએ અને ગુનેગારોને પકડવા માટે સુરત શહેર પોલીસ માહેર થઇ ગઈ છે.ત્યારે વધુ એક વખત પોલીસને સફળતા મળી છે.મોરબી ખાતે સાથીદારને રૂ.2 હજારના મુદ્દે હત્યા કર્યા બાદ છે
Arrest


સુરત, 03 એપ્રિલ (હિ.સ.) હત્યા,અપહરણ સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપ્યા બાદ ફરાર ચાલતા આરોપીએ અને ગુનેગારોને પકડવા માટે સુરત શહેર પોલીસ માહેર થઇ ગઈ છે.ત્યારે વધુ એક વખત પોલીસને સફળતા મળી છે.મોરબી ખાતે સાથીદારને રૂ.2 હજારના મુદ્દે હત્યા કર્યા બાદ છેલ્લા 24 વર્ષથી વોન્ટેડ અને સ્થાનિક પોલીસને ચકમો આપનાર શાતીર આરોપીને સુરત પીસીબીએ હૈદરાબાદ ખાતેથી દબોચી લીધો હતો.

પીસીબી પોલીસ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વર્કઆઉટમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે “ મોરબી જીલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના અને રૂ.10 હજારના ઈનામી વોન્ટેડ આરોપી ગંગારામ નાઓ હાલમાં હૈદરાબાદ ખાતે રહે છે.

આ બાતમીના આધારે પીસીબીની ટીમ બનાવી હૈદરાબાદ ખાતે પહોંચી હતી અને ત્યાંથી શાતીર આરોપી ગંગારામ છોટા દિલા ચતર ને દબોચી લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 2002માં તે મોરબી, અંબાણી સીરામીક, લાલપર ખાતે રહેતો હતો જ્યા તેનો કાલીચરણ નાઓ સાથે બે હજાર રૂપીયાની ચોરી બાબતે ઝગડો થયો ત્યારે આરોપીએ કાલીચરણના માથાના ભાગે લોખંડનો પાઇપ મારી તેની હત્યા કરી ત્યાથી ભાગી ગયો હતો.ત્યાંરથી મોરબી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની પર રૂ.10 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

એટલુંજ નહીં આરોપી એટલો શાતીર હતો કે પોલીસ તેને શોધવા તેના વતન જાય જાય ત્યારે પોલીસથી બચવા અલગ-અલગ રાજ્યમાં મજુરી કામ કરવા લાગતો હતો.આરોપી ચાલાક અને સાતીર દિમાગનો હતો અને પોલીસને ચકમો આપવામા એટલો માહીર હતો કે તેને સરળતાથી પકડવું પોલીસ માટે પણ એક પડકાર હતું ,આ રીતે છેલ્લા 24 વર્ષથી આરોપી પોલીસને ચકમો આપી રહ્યો હતો જોકે સુરત પીસીબીએ તેને દબોચી લેવામાં સફળતા મેળવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande