જામનગરના ખંભાલિડા ગામે જુગાર અંગે પોલીસનો દરોડો : પાંચ આરોપી ઝડપાયા, એક ફરાર
જામનગર, 03 એપ્રિલ (હિ.સ.) : જામનગર તાલુકાના ખંભાલીડા ગામ નજીક પોલીસે જુગાફ અંગે દરોડો પાડી પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. મળતી માહિતી મુજબ, પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા તા.02/04/2026
જુગાર


જામનગર, 03 એપ્રિલ (હિ.સ.) : જામનગર તાલુકાના ખંભાલીડા ગામ નજીક પોલીસે જુગાફ અંગે દરોડો પાડી પાંચ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.

મળતી માહિતી મુજબ, પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા તા.02/04/2026ના સાંજે ખંભાલીડા ગામમાં દિનેશભાઈ છગનભાઈ કણસાગરાની વાડીની ઓરડી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગંજીપત્તાના પાનાથી “રોન પોલીસ” નામનો જુગાર રમાતો હતો. પોલીસે સ્થળ પરથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

જ્યારે આ દરોડા સમયે ભોજાભાઈ વિરમભાઈ બાંભવા નામનો એક આરોપી ફરાર થઈ ગયો હતો. જે દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ.1,18,240નો મુદ્દામાલ કબ્જે લીધો હતો, જેમાં રૂ. 16,240 રોકડ, 4 મોબાઈલ ફોન, 3 મોટરસાયકલ તથા ગંજીપત્તાના પાનાનો સમાવેશ થાય છે. અને આ બનાવ અંગે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande