પોરબંદર રતનપર બીચનો થશે વિકાસ
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં આધારભૂત સુવિધાઓ અને પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિ
પોરબંદર રતનપર બીચનો થશે  વિકાસ.


પોરબંદર રતનપર બીચનો થશે  વિકાસ.


પોરબંદર રતનપર બીચનો થશે  વિકાસ.


પોરબંદર રતનપર બીચનો થશે  વિકાસ.


પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વ અને રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં આધારભૂત સુવિધાઓ અને પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રોજેક્ટો સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહ્યા છે. તે અનુસંધાને શહેરના ચોપાટી અને દરિયાકાંઠા વિસ્તારના વિકાસ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ રૂપે રતનપર બીચના વિકાસ માટે પહેલ કરવામાં આવી છે.

નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને બાંધકામ વિભાગના સીટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ, મહાનગરપાલિકા દ્વારા રતનપર વિસ્તારમાં આવેલ બીચના વિકાસ માટે પ્રથમ તબક્કા હેઠળ રૂ. 1.10 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બીચને આકર્ષક અને આધુનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેમાં આશરે 10 ગેઝીબો (Gazebos), સુવ્યવસ્થિત અને આકર્ષક લાઇટિંગ સિસ્ટમ તેમજ હરિયાળી વધારતા લેન્ડસ્કેપિંગના કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત, યુવાનો અને પ્રવાસીઓ માટે મનોરંજન તથા રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે હેતુસર બીચ વોલીબોલ જેવી પ્રવૃત્તિઓ માટે પણ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટનું સ્થળ “જન્નત બીચ” તરીકે ઓળખાતું સ્થળ છે, જે ફર્ન હોટેલ સામે આવેલ છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ વિસ્તારનું સૌંદર્ય વધશે. સાથે સાથે પોરબંદર શહેરમાં પર્યટન પ્રવૃત્તિઓને પણ નોંધપાત્ર વેગ મળશે. આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં આ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને શહેરની સૌંદર્યમય ઓળખને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande