
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કલોરશીપ (CGMS) 2026ની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો આસપાસ લોકો એકત્ર ન થાય અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તેમજ પરીક્ષા શાંતિ અને એખલાસભર્યા વતાવરણમાં યોજાય તથા બિનઅધિકૃત વ્યકિતઓ પરીક્ષાની કામગીરીને દખલ પહોંચાડે નહી તે હેતુથી પોરબંદર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-37(3) મુજબ મને મળેલ અધિકારની રૂઇએ પોરબંદર જિલ્લા ખાતેના નિયત કેન્દ્ર કે ઝોનલ ઓફીસ ખાતે તા.04.04.2026 ના રોજ સવારે 10.30થી બપોરના 13.30 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં બે કે બે કરતા વધારે સંખ્યામાં લોકોએ એકઠા થવું નહીં. સરઘસો કાઢવા નહી, સુત્રો પોકારવા નહી, લાઉડ સ્પીકર કે અન્ય રીતે ધોંધાટ થાય તેવી કોઇ કાર્યવાહી કરવી નહી. આ હુકમનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 અન્વયે સજા થઇ શકશે.
આ હુકમમાં જેને મુકિત આપવામાં આવી હોય તેવા ફરજ પરના અધિકારી કે કર્મચારીઓને લાગુ પડશે નહી. તેમજ પરીક્ષા જે દિવસે ન હોય તે સયગાળા દરમ્યાન લાગુ પડશે નહી. જાહેરનામાં અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya