
અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા થી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો, જેના કારણે લોકો ગરમીથી પરેશાન બન્યા હતા. આવા સમયે વરસાદની આગાહી લોકોને રાહત આપનારી સાબિત થઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં પવન સાથે ગાજવીજ અને હળવો થી મધ્યમ વરસાદ થઈ શકે છે.
તંત્ર દ્વારા લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા, વીજળી કડાકા દરમિયાન સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai