
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : અધિક્ષક ઈજનેર PGVCL પોરબંદર વર્તુળ કચેરીના જણવ્યા અનુસાર પોરબંદર વર્તુળ કચેરી હેઠળ આવતા શહેર વિભાગીય કચેરી, ગ્રામ્ય વિભાગીય કચેરી, માંગરોળ વિભાગીય કચેરી, કેશોદ વિભાગીય કચેરી, એ તમામ કચેરીઓ હેઠળ આવતા કુલ 18 પેટા વિભાગીય કચેરીઓમાં તેમજ તમામ ગામડાઓમાં વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડામોરનાદ માર્ગદર્શન અને નેતૃત્વમાં તેમજ રેવેન્યુ વિભાગના ઈન્ચાર્જ એકાઉન્ટ ઓફિસર પરમારની દેખરેખ નીચે માર્ચ 2026 ના નાણાકીય ટાર્ગેટને પૂર્ણ કરવામાં આવ્યો હતો. જેમાં 55 કરોડમાંથી 51 કરોડ રૂપિયા જેવું કલેક્શન કરવામાં આવેલ છે. ઉપરાંત પોરબંદર વર્તુળ કચેરી હેઠડના કુલ 45 ગામડાઓમાં ઝીરો ડેબીટ એરિયર્સ લક્ષ્યાંકને સિદ્ધ કરેલ છે એટલું જ નહીં આ કામગીરીમાં વર્તુળ કચેરીના તમામ અધિકારી ગણ કર્મચારી ગણ સહિત તમામ કર્મચારીઓએ તનતોડ મહેનત કરી જાહેર રજા નો પણ વિચાર કર્યા વગર કંપનીની કામગીરી કરી હતી.
આમ ડેબીટ એરિયર્સ ના લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે આ વર્ષે પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રિક ઈલેક્ટ્રોનિક મીડિયા નો પણ ખૂબ જ સહયોગ રહેલો છે. ડેબિટ એરિયર્સ લક્ષ્યાંકો અને પૂર્ણ કરવામાં આવ્યો છે. આ તકે PGVCL અધિક્ષક ઈજનેર ડામોરે તમામ અધિકારી ગણ કર્મચારી ગણ અને સહયોગ આપનાર પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા નો આભાર વ્યકત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya