પોરબંદર પાસે પ્રિહીબિશનના ગુન્હામાં 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તા.28/03/2026 તા.11/04/2026 સુધી નાસતા ફરતા આરોપી પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ના
પ્રિહીબિશનના ગુન્હામાં 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તા.28/03/2026 તા.11/04/2026 સુધી નાસતા ફરતા આરોપી પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.એ. આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી. બી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કુતીયાણા પો.સ્ટે.માં વર્ષ 2018માં પ્રોહીબીશનની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં લાલશાહીથી નાસતો ફરતો આરોપી કારા નાથાભાઈ ઉર્ફે એભાભાઈ કોડીયાતર પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર અમર ગામના પાટીયા પાસે હોવાની બાતમી મળતા બાતમીના આધારે સ્થળ પર પહોંચી આરોપી મળી આવતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે કુતીયાણા પો.સ્ટે. સોંપી આપવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા, એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ઉદયભાઈ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા, હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, કોન્સ.અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. હેડ કોન્સ. જગમાલભાઇ ભારવાડીયા રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande