

પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર સહિત રાજયભરમા ભારે પવન સાથે અનેક વિસ્તારોમા કમોસમી વરસાદ પડયો હતો. પોરબંદર શહેરમા એકાએક વાતાવરણમા પલટો આવ્યો હતો. પોરબંદર શહેર અને જીલ્લામા વરસાદી છાંટા પડયા હતા. પોરબંદરમા બપોરના સમયે ભારે પવન ફંકાતા શીતલાચોક નજીક આવેલા અમલાણી કોમ્પલક્ષ પર આવેલો મોબાઈલ ટાવર ધરશાઈ થયો હતો અને મકાનમા ભારે નુકશાન થયુ હતુ.
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પોરબંદર શહેરના અનેક વિસ્તારોમા મોબાઈલ ટાવર જર્જરીત હાલતમા હોવાનુ કહેવાય છે. જેને કારણે ખાસ કરીને ચોમાસાના સમયે અને કમોસમી વરસાદના સમયે આ મોબાઈલ ટાવર જોખમી બની રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya