ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 28 નગરપાલિકાઓ માટે બાંધકામ અને જમીન વિકાસ પરવાનગી અંગે તાલીમ યોજાઈ
અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર ડો. એન.કે. મીણા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર,
28 નગરપાલિકાઓ માટે બાંધકામ અને જમીન વિકાસ પરવાનગી અંગે તાલીમ યોજાઈ


અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર ડો. એન.કે. મીણા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ધવલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કુલ 28 નગરપાલિકાઓને આવરી લેતી આ તાલીમ યોજાઈ હતી.

આ તાલીમમાં વિસ્તાર વિકાસ સત્તામંડળ (Area Development Authority) હેઠળ બાંધકામ મંજૂરી અને જમીન વિકાસ પરવાનગી સંબંધિત પ્રક્રિયાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. નગરપાલિકાઓના અધિકારીઓ અને સંબંધિત સ્ટાફને નિયમો, કાયદાકીય બાબતો અને પ્રેક્ટિકલ પ્રક્રિયાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય હેતુ નગરપાલિકાઓમાં પારદર્શકતા વધારવી, નિયમોનુસાર કામગીરી સુનિશ્ચિત કરવી અને વિકાસકાર્યોને ગતિ આપવાનો રહ્યો હતો. સાથે જ બાંધકામ પરવાનગી અને જમીન વિકાસ પ્રક્રિયાઓમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ તાલીમ દ્વારા અધિકારીઓને આધુનિક પદ્ધતિઓ અને નિયમો વિશે નવી સમજ પ્રાપ્ત થઈ છે, જે આગામી સમયમાં નગર વિકાસના કાર્યોને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande