
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના માધવપુર ખાતે રાષ્ટ્રીયકક્ષાના મેળાનુ આયોજન કરવામા આવ્યું હતુ જેમા લાખોની સંખ્યામા લોકો મેળો માણવા માટે આવ્યા હતા આ દરમ્યાન મેળા પાર્કિગમાંથી બે યુવાનોના મોટરસાયકલની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે.પોરબંદરના ગોરસર ગામે રહેતા સતિષ ખીમા ભરાડીયાએ પોતાનુ મોટરસાયકલ નં GJ-11-NN-2664 માધવપુરના મેળા ગ્રાઉન્ડમા પાર્ક કર્યુ હતુ તે અજાણ્યા ઈસમ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાય છે. અન્ય એક બનાવમા માણાવદરના નાનડીયા ગામે રહેતા અરૂણકુમા જીતેન્દ્ર પરમારે પોતાનુ મોટરસાયકલ નં-GJ-11-BP-405 કિંમત રૂ.50,000નુ પાર્ક કર્યુ હતુ તે અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા આ બનાવ અંગે માઘવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya