



પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર સહિત રાજયભરમા કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે પોરબંદર શહેર અને જીલ્લામા સતત બે દિવસથી વરસાદી મહોલ જોવા મળી રહ્યો છે. ગુરૂવારની રાત્રીના બરડા પંથકના ગામોમા ગાજવીજ સાથે વરસાદનુ જોરદાર ઝાંપટુ પડતા માર્ગો પર પાણી વહેતા થયા હતા તો બીજી તરફ ઉનાળુ પાકને લઈ ખેડુતો ચિંતિત બન્યા છે. પોરબંદર શહેરમા બપોરના બાર વાગ્યા આસપાસ વરસાદનુ જોરદાર ઝાંપટુ પડયુ હતુ જેને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.પોરબંદરમા ગુરૂવારે બપોરના સમયે વાતવારણમા એકએક પલટો આવ્યો હતો આભમા વાદળોએ જમાવટ કરી હતી અને ભારે પવન સાથે વરસાદી છાંટા પડયા હતા તો બરડા પંથકના કેટલાક ગામોમા વરસાદી ઝાંપટા પડયા હચતો રાત્રીના સમયે બરડા પંથકમા અષાઢી માહોલ જોવા મળ્યો હતો ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને વરસાદનુ જોરદાર ઝાંપટુ પડયુ હતુ અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા બરડા પંથકના ભેટકડી,અડવાણા,કુણવદર,ફટાણા અને ખીસ્ત્રી સહિતના ગામોમા વરસાદી પડયો હતો કમોસમી વરસાદને પગલે ખેડુતોની ચિંતામા વધારો થયો હતો.
બરડા પંથકના ગામોમા રાત્રીના વિજળીના ચમકારા જોવા મળ્યા હતા, જાણે અષાઢ મહિનો હોય તેવી અનુભૂતિ જોવા મળી હતી. પોરબંદર શહેરની વાત કરીએ તો સવારના સમયે વરસાદી ઝાંપટુ પડતા માર્ગો ભીના થયા હતા આજે શુક્રવારે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો કમોસમી વરસાદને પગલે ખેડુતોની ચિંતામા વધારો થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya