મહેસાણા જિલ્લામાં NADCP-FMD 8મા રાઉન્ડ માટે રસીકરણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.) આજ રોજ મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NADCP) અંતર્ગત ફૂટ એન્ડ માઉથ ડિસીઝ (FMD) ના 8મા રાઉન્ડ માટે રસીકરણ કામગીરી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સહ નોડલ અધિકારીની અધ્યક્ષ
મહેસાણા જિલ્લામાં NADCP-FMD 8મા રાઉન્ડ માટે રસીકરણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ


મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.)

આજ રોજ મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (NADCP) અંતર્ગત ફૂટ એન્ડ માઉથ ડિસીઝ (FMD) ના 8મા રાઉન્ડ માટે રસીકરણ કામગીરી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સહ નોડલ અધિકારીની અધ્યક્ષતામાં તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ, તાલુકા નોડલ અધિકારીઓ તેમજ સુપરવાઈઝરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી રસીકરણ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. દરેક તાલુકામાં થયેલ પ્રગતિ, બાકી રહેલ વિસ્તારો તેમજ આવનારા દિવસોમાં કામગીરી વધુ અસરકારક રીતે પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને રસીકરણ દરમિયાન તમામ પશુપાલકો સુધી પહોંચવાની અને એકપણ પશુ રસીકરણથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.

સાથે જ રસીકરણ માટે જરૂરી આયોજન, ટીમ વર્ક અને સમયબદ્ધ કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો. પશુઓમાં ફેલાતી FMD જેવી ગંભીર બિમારીને નિયંત્રિત કરવા માટે આ અભિયાન અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.

આ સમીક્ષા બેઠકથી જિલ્લામાં રસીકરણ કામગીરીને વધુ ગતિ મળશે અને પશુ આરોગ્ય સુરક્ષા મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande