જામનગર નજીક મોટી ખાવડીમાં પંપ હાઉસમાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી તબીબનું મૃત્યુ
જામનગર, 03 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમ વિસ્તારમાં આવેલ પંપ હાઉસમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. જેમાં એક વેટર્નરી તબીબનું પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, તા.0
આપઘાત મોત


જામનગર, 03 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમ વિસ્તારમાં આવેલ પંપ હાઉસમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. જેમાં એક વેટર્નરી તબીબનું પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, તા.01/04/2026ના રાત્રે 9.00 વાગ્યાથી દોઢ વાગ્યા દરમિયાન કોઈપણ સમયે આ બનાવ બન્યો હતો. અને મોટી ખાવડી ગામની સીમમાં આવેલ વાડી ગેટ પાસેના આંબાના બગીચામાં આવેલા પાણીના પંપ હાઉસ ખાતે ઘટના બની હતી. મૃતકની ઓળખ ડો.વૈશાખ વિશ્વમ (ઉંમર 36), મૂળ કેરાલાના વતની અને હાલ મોટી ખાવડી વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જે વેટર્નરી તબીબ તરીકે વ્યવસાય કરતા હતા, અને અકસ્માતે પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મેઘપર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ નોંધ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક કોઈ કારણસર પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું માનવામાં આવે છે. મોટી ખાવડીમાં મજૂરી કામ કરતાં સત્યનારાયણ કેસુરામ નાયક નામના શ્રમિક દ્વારા મેક પર પોલીસને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande