
સુરત, 03 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે એક શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે. જેથી બિહારના કટીહાર જિલ્લાના મોટી સંખ્યામાં મજૂરો અહીં વસવાટ કરી મજૂરી કામ કરી રહ્યા છે અને પરિવારનો ગુજરાન ચલાવે છે. આ દરમિયાન મૂળ કટિહર જિલ્લાના હરીપુર તાલુકાના ધનગામાના વતની અલી અજંર મહમદ હબલુ આલમ પણ અહીં વસવાટ કરી મજૂરી કામ કરે છે. ગત તારીખ 1/4/2026 ના રોજ બપોરે બે થી સાંજે સાડા છ વાગ્યાના સમયગાળાની અંદર બધા મજૂરો બાંધકામ કરવામાં વ્યસ્ત હતા. ત્યારે નરાધમ અલી અજંર આલમ એ તેમની સાથે જ કામ કરતા અન્ય મજુરની માત્ર આઠ વર્ષની દીકરી પર દાનત બગાડી હતી. આઠ વર્ષની દીકરી ત્યાં રમતી હતી ત્યારે હવસખોર અલી અજરે તેને ત્યાં બનાવેલીરૂમમાં લઈ જઈ તેની સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ નરાધમ અલીએ આ બાબતની જાણ કોઈને કરશે તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર માસુમ બાળકીએ સઘળી હકીકત માતા-પિતાને જણાવતા તેઓએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ અલી અજંર મહમદ હબલુ આલમ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે