ઉધનામાં જૂના મકાનની બાલ્કની તૂટી પડી, મોટી દુર્ઘટના ટળી
સુરત, 05 એપ્રિલ (હિ.સ.): સુરતના ઉધના વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક ગંભીર બનાવ બનતા લોકોમાં ભય ફેલાયો હતો. ધર્મયુગ સોસાયટીમાં આવેલા એક જૂના મકાનની બાલ્કનીનો મોટો હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. ઘટના સમયે આસપાસ શાંતિ હતી, જેના કારણે કોઈ વ્યક્તિ ત્ય
Surat


સુરત, 05 એપ્રિલ (હિ.સ.): સુરતના ઉધના વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એક ગંભીર બનાવ બનતા લોકોમાં ભય ફેલાયો હતો. ધર્મયુગ સોસાયટીમાં આવેલા એક જૂના મકાનની બાલ્કનીનો મોટો હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. ઘટના સમયે આસપાસ શાંતિ હતી, જેના કારણે કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાથી મોટી જાનહાની અટકી ગઈ.

માહિતી મુજબ, મકાન નંબર 281A ની બાલ્કની અચાનક જ જોરદાર અવાજ સાથે તૂટી પડી હતી. બાલ્કનીના ભાગ સાથે કોંક્રિટ અને લોખંડના સળિયા નીચે ખાબક્યા હતા, જેનાથી નીચે પાર્ક કરેલી બાઈકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અચાનક ઘટનાએ આસપાસના રહેવાસીઓને દચકા ખવડાવ્યા હતા.

સદનસીબે, આ બનાવમાં કોઈને ઈજા પહોંચી નથી. સામાન્ય રીતે સવારના સમયે વિસ્તારમાં લોકોની અવરજવર રહેતી હોય છે, પરંતુ આ ઘટના ખૂબ વહેલી સવારે બની હોવાથી લોકો ઘરમાં જ હતા. પરિણામે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande