જામનગરમાં દરિયાઈ પટ્ટી પર પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ
જામનગર, 05 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને દરિયાઈ માર્
મરીન પોલીસનું ચેકીંગ


જામનગર, 05 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને દરિયાઈ માર્ગે સંભવિત ખતરાઓને રોકવા માટે જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આતંકવાદી ઘટનાઓ બાદ અપાતા હાઈ-એલર્ટ કરતા પણ સામાન્ય સમયગાળામાં સતર્કતા રાખવી વધુ અનિવાર્ય હોવાથી આ સઘન પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા, તેમજ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આ સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી.

03/04/2026ના રોજ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર. યાદવ, સબ ઈન્સ્પેક્ટર ડી.એચ. જાડેજા અને મરીન કમાન્ડોની ટીમોએ જિલ્લાના મહત્વના અને સંવેદનશીલ સ્થળો પર સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું. આ કામગીરીમાં વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા:

આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા દરિયાકાંઠાના લેન્ડિંગ પોઇન્ટ્સ, ફિશિંગ સેન્ટરો અને અવાવરુ સ્થળોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરીને સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવવામાં આવી હતી.

કોઈપણ કટોકટીપૂર્ણ પરિસ્થિતિ ઉભી થાય તે પહેલાં પૂરતી તકેદારી રાખીને દેશની જળસીમાને સુરક્ષિત રાખવી અને સંભવિત ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવી એ આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande