પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજૂરને કામે રાખનાર જીંગા ફાર્મ માલીક/સંચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 5 એપ્રિલ (હિ.સ.) : ગીરસોમનાથ જીલ્લામાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી/મજુરોને કામે રાખનાર સંચાલક, મજુર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય કોઇ કર્મચારી/મજુરોને કામે રાખનારાઓએ આવા કર્મચારી/મજુરોને કામે રાખે ત્યારે નિયત નમ
પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજૂરને કામે રાખનાર


ગીર સોમનાથ, 5 એપ્રિલ (હિ.સ.) : ગીરસોમનાથ જીલ્લામાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી/મજુરોને કામે રાખનાર સંચાલક, મજુર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય કોઇ કર્મચારી/મજુરોને કામે રાખનારાઓએ આવા કર્મચારી/મજુરોને કામે રાખે ત્યારે નિયત નમુના મુજબની માહિતી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે પુરી પાડવા અંગે જીલ્લા મેજી.સા. ગીર સોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે રાજેન્દ્રસિંહ ચુડાસમા નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ,જુનાગઢ તથા જયદિપસિંહ જાડેજા પોલીસ અધિક્ષક ગીરસોમનાથ એ કરેલ સુચના મુજબ આ સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન અનુસાર તા.૦૩/૦૪/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના પો.હેડ.કોન્સ.અનિરુધ્ધસિંહ જયવંતસિંહ, વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. કૈલાશસિંહ જેશાભાઇ તથા નંદિમભાઇ શેરમહમદ તથા મહાવીરસિંહ મંગલસિંહએ રીતેના પો.સ્ટાફના માણસો વેરાવળ સીટી તથા પ્ર.પાટણ પો.સ્ટે.વિસ્તારમાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી/મજુરોને કામે રાખનાર હોટલ/રેસ્ટોરન્ટ ઐધોગીક એકમોમાં ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન નીચે જણાવેલ વિગત મુજબના જીજીંગા ફાર્મ સંચાલકએ પોતાના ડારી ગામ પાસે આવેલ દોભાઇની દર્ગા પાસે આવેલ જીંગા ફાર્મમાં પરપ્રાંતીય મજુરને કામે રાખી સબંધીત પોલીસ સ્ટેશન જાણ નહી કરતા જીજીંગા ફાર્મ માલીક વિરૂધ્ધ પ્ર.પાટણ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ અંગેનો ગુન્હો રજી. કરાવેલ.

ર્જીંગા ફાર્મના માલીક/સંચાલકનું નામ નિરવભાઈ ગોવિંદભાઇ ચોમલ ઉ.વ.૨૯ ધંધો-જીંગા ફાર્મ રહે. વેરાવળ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande