અમરેલી ગાવડકા રોડ પર ભીષણ અકસ્માત, બાઈક-રિક્ષા ટક્કરમાં એકનું મોત
અમરેલી, 05 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ગાવડકા જતા રોડ પર રાત્રિના સમયે થયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ ગાવડકા ગામના રહેવાસી અનિલભાઈ
અમરેલી ગાવડકા રોડ પર ભીષણ અકસ્માત, બાઈક-રિક્ષા ટક્કરમાં એકનું મોત


અમરેલી, 05 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ગાવડકા જતા રોડ પર રાત્રિના સમયે થયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી મુજબ ગાવડકા ગામના રહેવાસી અનિલભાઈ ડેડાણીયા બરફના ગોલા લઈને પોતાની મોટરસાયકલ પર ગામ તરફ જઈ રહ્યા હતા.

તે દરમિયાન વાંકિયા ગામ તરફથી આવી રહેલી રિક્ષા સાથે તેમની બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અનિલભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જેના કારણે વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો. અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા અરવિંદભાઈ ચાવડીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રિક્ષા ચાલકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને સાવચેતીની જરૂરિયાતને ઉજાગર કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande