ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની મોટી સફળતા: એન.ડી.પી.એસ. કેસમાં સપ્લાયર સુરેન્દ્રનગરથી ઝડપાયો
કચ્છ, 5 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામમાં નોંધાયેલા નાર્કોટિક્સ કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન માદક પદાર્થ સપ્લાય કરનાર મુખ્ય આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં
NDPS


કચ્છ, 5 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામમાં નોંધાયેલા નાર્કોટિક્સ કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન માદક પદાર્થ સપ્લાય કરનાર મુખ્ય આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ નેટવર્કના મોટા કડી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે.

માહિતી મુજબ, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નંબર ૧૧૯૯૩૦૦૬૨૬૦૨૭૯/૨૦૨૬ તા. ૪ માર્ચ ૨૦૨૬ના રોજ નોંધાયો હતો. આ કેસમાં અગાઉ મોહસીન હાસમભાઈ હાલેપોત્રા (ઉંમર ૩૦, રહે. ગાંધીધામ)ને પકડી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન માદક પદાર્થ ક્યાંથી મેળવ્યો તે અંગે મહત્વપૂર્ણ વિગતો બહાર આવી હતી.

આ માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમે સચોટ દિશામાં તપાસ આગળ વધારી હતી. ટેક્નિકલ તેમજ માનવ સૂત્રોની મદદથી પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તારમાં દરોડો પાડી આરોપી નસીબખાન દાદુખાન મલેક (ઉંમર ૫૯, રહે. પીપળી મસ્જિદ પાસે, પાટડી)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, પકડાયેલ આરોપી માદક પદાર્થની સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો હતો. તેની ધરપકડથી સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મળવાની શક્યતા છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૨(બી), ૧૫(બી) અને ૨૯ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande