ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની કડક અમલવારી શરૂ
ગીર સોમનાથ, 05 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, જે અનુસંધાને તા. ૦૧/૦૪/૨૦૨૬ ના રોજ ચૂંટણીની જાહેરાત સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ થયેલ છે. જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહે
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની કડક અમલવારી શરૂ


ગીર સોમનાથ, 05 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, જે અનુસંધાને તા. ૦૧/૦૪/૨૦૨૬ ના રોજ ચૂંટણીની જાહેરાત સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગુ થયેલ છે. જે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

જેના અમલીકરણ માટે નગરપાલિકા વિસ્તારના ચીફ ઓફિસર અમલીકરણ અધિકારી રહેશે તથા જિલ્લા/તાલુકા પંચાયત વિસ્તાર માટે વિવિધ વર્ગ-૧/૨ ના અધિકારીશ્રીને નિયુક્ત કરવામાં આવેલ છે. જેમાં ૪ નગરપાલિકા વિસ્તાર માટે ૪ ટીમોની રચના કરવામાં આવી છે તથા ૬ તાલુકા માટે ૬ ટીમોની નિયુકિત કરવામાં આવેલ છે.

જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલીકરણ કરતાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આજ દિન એટલે કે તા.૦૪/૦૪/૨૦૨૬ ના સાંજ સુધીમાં જાહેર મિલકત પરથી ૧૯૫ – વોલપેઇન્ટિંગ, ૧૨૯ – પોસ્ટર, ૧૨૨ – બેનર, ૨૧– અન્ય મળી કુલ - ૪૬૭ વોલપેઇન્ટિંગ અને પોસ્ટર દૂર કરવામાં આવ્યાં છે.

તે જ રીતે, ખાનગી મિલકત પરથી ૭૯ – વોલપેઇન્ટિંગ, ૫૭ – પોસ્ટર, ૩૫– બેનર, ૧૫- અન્ય મળી કુલ - ૧૮૬ વોલપેઇન્ટિંગ અને પોસ્ટર દૂર કરવામાં આવ્યાં છે.

હાલ અન્ય બેનરો વગેરે આચારસંહિતાની ગાઈડલાઇન અનુસાર દૂર કરવામાં આવી રહેલ છે. સર્કિટ હાઉસ વગેરે ખાતે પણ આ આચારસંહિતા લાગુ પાડવામાં આવેલ છે. તેમજ, સરકારી એસટી બસો પરથી પણ આવા પોસ્ટરો વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. આ કામગીરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને આદર્શ આચારસંહિતાનું પાલન કરવા માટે જણાવવામાં આવે છે. આચારસંહિતાનો ભંગ થયે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande