
ગીર સોમનાથ 05 એપ્રિલ (હિ.સ.) વેરાવળ બંદર ખાતે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના વેરાવળ ના પોટૅઓફિસ હિરેન સોંદરવા ના અધ્યક્ષ સ્થાને મેરીટાઇમ બોર્ડ વ્રજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં આ વર્ષના મે માસમાં વહી મર્યાદા સેવા નિવૃત્ત થતા સતાર ગુલામ હુસેન બીલીમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.
જે કાર્યક્રમમાં, પોર્ટ ઓફિસર હિરેન સોંદરવા સ્ટાફ તથા બંદર સુરક્ષા જવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજ ને સલામી આપી હતી કાર્યક્રમને અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો. આજના પ્રસંગે દાંડીયા-રાસ સહિત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાએ, મેરી ટાઈમ દિવસનું મહત્વ અને તે સંબંધિત પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ