વલસાડ પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં હંગામો: બે વકીલ સહિત ત્રણ સામે કેસ નોંધાયો
વલસાડ, 05 એપ્રિલ (હિ.સ.): વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં ગેરવર્તન કરવાના બનાવે ચકચાર મચાવી છે. મધરાતના સમયે ત્રણ વ્યક્તિઓ પોલીસ મથકમાં ગેરરીતે વર્તતા ઝડપાયા હતા, જેમાં બે વકીલોનો પણ સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેમની સામે
Valsad


વલસાડ, 05 એપ્રિલ (હિ.સ.): વલસાડ શહેર પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં ગેરવર્તન કરવાના બનાવે ચકચાર મચાવી છે. મધરાતના સમયે ત્રણ વ્યક્તિઓ પોલીસ મથકમાં ગેરરીતે વર્તતા ઝડપાયા હતા, જેમાં બે વકીલોનો પણ સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેમની સામે ગુનો નોંધ્યો છે.

માહિતી મુજબ, 4 એપ્રિલની રાત્રે પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મેસેજ મળતા સ્ટાફ સચેત બન્યો હતો. ફરજ પરના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ત્રણેય શખ્સોને પૂછપરછ કરી, ત્યારે તેઓ નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું. તેમની બોલચાલ અને વર્તન પરથી તેઓ સંતુલન ગુમાવી બેઠા હોવાનું જણાયું હતું.

પોલીસે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરી અને બ્રેથ એનાલાઈઝરથી ચકાસણી કરતાં નશો કરેલો હોવાનો પુરાવો મળ્યો. આરોપીઓ પાસે દારૂ પીવા માટે માન્ય પરમિટ ન હોવાનું સામે આવ્યું, જેના કારણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

ઝડપાયેલા આરોપીઓમાં ધરમપુરના જીલ મેરાઈ, વલસાડના અબ્રામાના વૈભવ પટેલ અને સોનવાડાના કરણ દેસાઈનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ત્રણેયને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande