ગણેશપુરામાં યોજાયેલ ભાગવત કથા દરમિયાન થયું વૃક્ષારોપણ.
ભાવનગર, 05 એપ્રિલ (હિ.સ.)ગણેશપુરામાં યોજાયેલ ભાગવત કથા દરમિયાન વૃક્ષારોપણ થયું છે. રંઘોળાના કથાકાર વૈશાલીબાળા આચાર્ય પરમેશ્વરની કથા સાથે પ્રકૃતિનું કાર્ય કરતાં રહ્યાં છે.સાંપ્રત કાળમાં વૈશ્વિક ચિંતા એ પર્યાવરણનો પ્રશ્ન રહેલ છે, ત્યારે પરમેશ્વર અને
ભાવનગર


ભાવનગર, 05 એપ્રિલ (હિ.સ.)ગણેશપુરામાં યોજાયેલ ભાગવત કથા દરમિયાન વૃક્ષારોપણ થયું છે. રંઘોળાના કથાકાર વૈશાલીબાળા આચાર્ય પરમેશ્વરની કથા સાથે પ્રકૃતિનું કાર્ય કરતાં રહ્યાં છે.સાંપ્રત કાળમાં વૈશ્વિક ચિંતા એ પર્યાવરણનો પ્રશ્ન રહેલ છે, ત્યારે પરમેશ્વર અને પ્રકૃતિનો સમન્વય બોધ આપવા સાથે તે સંદર્ભે કથાકાર વક્તાઓ દ્વારા પ્રેરક અને પરિણામ લક્ષી સદ્કાર્ય કાર્ય થઈ રહ્યું છે, જે મુજબ રંઘોળાના વક્તા કથાકાર વૈશાલીબાળા આચાર્ય દ્વારા ગણેશપુરામાં વિવિધ પ્રસંગ વર્ણન અને ચિંતન દ્વારા ક્થા સાથે વૃક્ષોનું કાર્ય થયું છે, આમ પરમેશ્વરની કથા સાથે પ્રકૃતિનું કાર્ય કરતાં રહ્યાં છે.મહેસાણા નજીક ગણેશપુરા (ગાંભુ) ગામે રામમઢી યોગ વેદાંત આશ્રમમાં સ્વામી રામાનંદતીર્થજીના સાનિધ્ય સાથે શ્રી વૈશાલીબાળા આચાર્યના વ્યાસાસને ગુરુવાર તા.૨૬થી બુધવાર તા.૧ દરમિયાન પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું. આ ક્થા દરમિયાન વૃક્ષારોપણ થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande