ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન બીટાસિંઘે શંખેશ્વર જૈન તીર્થની મુલાકાત લીધી
પાટણ, 02 મે (હિ.સ.)ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન બીટાસિંઘે પૂનમના દિવસે શંખેશ્વર જૈન તીર્થની મુલાકાત લીધી હતી. સવારે તેઓ પ્રવચન શ્રુતતીર્થ ખાતે પહોંચ્યા અને 10:30 વાગ્યે ભગવાન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. સાંજ
ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન બીટાસિંઘે શંખેશ્વર જૈન તીર્થની મુલાકાત લીધી


પાટણ, 02 મે (હિ.સ.)ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન બીટાસિંઘે પૂનમના દિવસે શંખેશ્વર જૈન તીર્થની મુલાકાત લીધી હતી. સવારે તેઓ પ્રવચન શ્રુતતીર્થ ખાતે પહોંચ્યા અને 10:30 વાગ્યે ભગવાન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

સાંજે 5 વાગ્યે તેમણે પ્રવચન શ્રુતતીર્થ ખાતે બિરાજમાન જૈનાચાર્ય વિજય પુર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને વિજય યુગચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ લીધા અને ધર્મ માર્ગદર્શન મેળવ્યું. આ ધાર્મિક માર્ગદર્શન દ્વારા ભાઈઓ અને બહેનો ને જીવન જીવવાની સાચી રીત સમજાઈ હતી અને લોકો આ ધાર્મિક માર્ગદર્શન થી ધન્ય થયા હતા.

તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને શંખેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande