પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં ભાજપની જીત અંતર્ગત સુરતમાં મનાવાયો ભવ્ય વિજયોત્સવ
સુરત, 04 મે (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં મળેલી શાનદાર જીતને ઉજવવા માટે સુરત મહાનગર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
સુરતમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ

સુરત, 04 મે (હિ.સ.) : ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં મળેલી શાનદાર જીતને ઉજવવા માટે સુરત મહાનગર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, મહામંત્રી કરશનભાઈ ગોંડલિયા, દુર્ગા પ્રસાદ પાંડે, વિરલભાઈ ગીલીટવાલા (પૂર્વ મેયર) સહિત મહાનગર સંગઠનના હોદ્દેદારો અને અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત બંગાળી સમાજના આગેવાનો—બાસુ અધિકારી, વિકાસ પ્રધાન, સદાનંદ રાઉત અને મિલ્ટન ડે—પણ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી, ઢોલ-નગારા સાથે ઉજવણી કરી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી. ખાસ કરીને બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલ-મુરી અને મીઠાઈ રસગુલ્લાનું વિતરણ કરીને ઉત્સવને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો.

આ વિજયોત્સવમાં શહેર ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી ગુંજી ઉઠ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande