સોમનાથ બાબાના દર્શન ઘણાં જ મનમોહક લાગ્યાં, ખૂબ જ સરસ સુવિધાઓ છે: દર્શનાર્થી કપિલકુમાર
ગીર સોમનાથ, 04 મે (હિ.સ.) : ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દિલ્હી થી સોમનાથ પધારેલા યાત્રિકો સોમનાથ અને આસપાસના દાર્શનિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે. દિલ્હીથી સોમનાથ પધારેલા દર્શનાર્થી કપિલકુમારે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાનો અનુભવ
સોમનાથ બાબાના દર્શન ઘણાં જ મનમોહક લાગ્યાં


ગીર સોમનાથ, 04 મે (હિ.સ.) : ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દિલ્હી થી સોમનાથ પધારેલા યાત્રિકો સોમનાથ અને આસપાસના દાર્શનિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે. દિલ્હીથી સોમનાથ પધારેલા દર્શનાર્થી કપિલકુમારે સોમનાથ મહાદેવના દર્શન કરી પોતાનો અનુભવ વ્યકત કર્યો હતો.

દિલ્હીથી પધારેલા યાત્રિક કપિલ કુમારે જણાવ્યું હતું કે, સોમનાથ બાબાના દર્શન અમને ખૂબ જ સરસ લાગ્યાં. અહીં ખૂબ જ સરસ સુવિધાઓ છે. એ.સી. ટ્રેનમાં સફર, એ.સી. બસમાં સફર, એ.સી. હોટેલમાં રહેવા અને ભોજન સાથેની સુવિધાઓ સાથે અમે આસપાસના તમામ દાર્શનિક સ્થળો માણ્યાં. આ ઉપરાંત સોમનાથ મંદિરની અંદર અમે અદભૂત લાઈટ એન્ડ સાઉન્ડ શોને પણ માણ્યો. આ શોને માણવો એ અનુભવ અમારા માટે ખૂબ જ આહલાદક રહ્યો હતો. આ તમામ સુવિધાઓ માટે હું સરકારનો અઢળક આભાર માનું છું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande