રાણાવાવ પોલિસે 6 લાખથી વધુ કિંમતનો વીદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધી કાયદાના કડક અમલ માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે રાણાવાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા હાથ ધરાયેલી પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે. મળતી માહિતી મુ
રાણાવાવ પોલિસે 6 લાખથી વધુ કિંમતનો વીદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.


પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા દારૂબંધી કાયદાના કડક અમલ માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે રાણાવાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા હાથ ધરાયેલી પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે. મળતી માહિતી મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જી. ડાંગર, પી.એસ.આઈ. એમ.ડી. વાળા, પી.એસ.આઈ. આર.ડી. મોરી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે સતર્કતા દાખવી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન રાણાવાવ-જામનગર ચોકડી પાસે શંકાસ્પદ કાર નં. GJ-13-W-2250 ને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 804 નંગ મળી રૂ 1,00,000 ની કિંમતની કાર અને રૂ. 5,49,600 ના દારૂના જથ્થા સાથે કુલ રૂ. 6,49,600 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. હતો. જયારે કાર ચાલક કાર મુકી નાચી છૂટ્યો હતો, પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande