
સોમનાથ 26 મે (હિ.સ.) વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નવયુક્ત પ્રમુખ નરેશભાઈ ગોહેલને નગરપાલિકાના ચૂંટાયેલા વોર્ડ નં. 5/6 અને 10 ના ચૂંટાયેલા કાઉન્સિલરોએ સાગર ફાઉન્ડેશન ખારવા સમાજની ઓફિસે હારતોળા અને શાલ ઓઢાડી શુભેચ્છાઓ પાઠવી આવકારેલા હતા.
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં હાલમાં થયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા નરેશભાઈ ગોહિલ ને કોંગ્રેસના કોડ નં. 5/6 અને 10 ના કાઉન્સિલરો જેમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નં.5 ના કાઉન્સિલર ફારૂક બુઢીયા, ઇમરાન પંજા, યાસીનબાનવા, સલમાન સખીયાણી, વોર્ડ નં. 6 હનીફ માથાભારે, હાજી પંજા, અશફા મુગલ, વોર્ડ નં.10 ના ભરત ચારિયા, સેહઝાદ રાઠોડ, મુસ્તાકચૌહાણ સાથે તુ એક સમાજના ઉપપ્રમુખ અનવરફતેહ, ફકીર સમાજના પ્રમુખ ઈકબાલ બાનવા સૈયદ જમાતના પ્રમુખ શબ્બીર સૈયદ, ગની બુઢીયા એ પ્રમુખ નરેશ ગોહેલ ને હારટોળા અને સાલ ઓઢાડી તેમનું સન્માન કરી તેમને આવકાર હતા.
આ તકે ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ દામજી ફોફંડી અધ્યક્ષ લખમ ભેંસલા, ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન, ઉપ પટેલ ગોવિંદ કુહાડા, ઉપ પટેલ પદમશિ માલમડી જગદીશ ફૉફંડી પૂર્વ પ્રમુખ સી ફૂડ્સ એસ્પોર્ટર્સ ઓફ ઇન્ડિયા, રીતેશફોફાડી તથા સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ