મહુવામાં IPL મેચ પર ખેલાડીઓની જોડી બનાવી જુગાર રમાડતા રિક્ષાચાલક ઝડપાયો
ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર જિલ્લા ના મહુવા શહેરમાં IPL ક્રિકેટ મેચ પર ખેલાડીઓના નંબરની જોડી બનાવી હારજીતનો જુગાર રમાડતા એક ઈસમને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને એક્ટિવા સ્
ભાવનગર


ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર જિલ્લા ના મહુવા શહેરમાં IPL ક્રિકેટ મેચ પર ખેલાડીઓના નંબરની જોડી બનાવી હારજીતનો જુગાર રમાડતા એક ઈસમને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને એક્ટિવા સ્કૂટર સહિત કુલ રૂ.41500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી મુજબ તા.૨૪ મે ૨૦૨૬ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મહુવા શહેરના જનતા પ્લોટ નં-2 વિસ્તારમાં ડૉ. લાડાણીના દવાખાનાની સામે જાહેર રોડ પર એક વ્યક્તિ IPL ક્રિકેટ મેચ ઉપર ખેલાડીઓના નંબરની જોડી બનાવી ગ્રાહકો પાસેથી પૈસા લઈ જુગાર રમાડી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઇડ હાથ ધરી હતી. દરમિયાન તુલશી ભીમાભાઈ બાંભણીયા નામનો ઈસમ જુગાર રમાડતા ઝડપાઈ ગયો હતો. આરોપી મહુવાના ભીમરાવ સોસાયટી વિસ્તારમાં રહે છે અને રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે.

પોલીસે આરોપી પાસેથી જુગાર માટે ઉપયોગમાં લેવાતી કાગળની ચીઠ્ઠીઓ, એક પેન, રોકડ રૂ.15500 , સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા એક્ટિવા સ્કૂટર મળી કુલ રૂ.41500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ સમગ્ર મામલે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આરોપી લાંબા સમયથી આ પ્રકારનો જુગાર ચલાવતો હતો કે કેમ અને તેમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande