પોરબંદરના ફલાઈ ઓવર બ્રિજ અને લીમડા ચોકમાં અકસ્માત.
પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદરના રોકડિયા હનુમાન ઓવરબ્રિજ પર આજે એક રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે રિક્ષા ચાલક રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કાબૂ ગુમાવતા રિક્ષા પલટી મારી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટ
પોરબંદરના ફલાઈ ઓવર બ્રિજ અને લીમડા ચોકમાં અકસ્માત.


પોરબંદરના ફલાઈ ઓવર બ્રિજ અને લીમડા ચોકમાં અકસ્માત.


પોરબંદરના ફલાઈ ઓવર બ્રિજ અને લીમડા ચોકમાં અકસ્માત.


પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદરના રોકડિયા હનુમાન ઓવરબ્રિજ પર આજે એક રિક્ષા પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે રિક્ષા ચાલક રિક્ષા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કાબૂ ગુમાવતા રિક્ષા પલટી મારી હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ઈજાગ્રસ્તને સામાન્યથી મધ્યમ ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.

તો બીજી તરફ પોરબંદરના લીમડા ચોક ફાટક નજીક રાત્રી દરમિયાન ગાય અચાનક બાઈક આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક રાત્રી સમયે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.અકસ્માતના પગલે બાઈક ચાલક રોડ પર પટકાતા તેને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર એકત્ર થયા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને ઉભો કરી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ ચાલકને શરીરના ભાગોમાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande