અમરેલી ભાગવત સપ્તાહમાં લાગણીસભર ક્ષણ: બહાદુરભાઈ બસિયા દ્વારા ભક્તિ બાપુનું સન્માન
- આયોજકોએ પણ કર્યું વિશેષ સન્માન. અમરેલી, 25 મે (હિ.સ.) : અમરેલી ખાતે આયોજિત ભવ્ય ભાગવત સપ્તાહ દરમિયાન ભાવભીનાં અને આત્મીયતાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાગવત કથાના વક્તા તરીકે પધારેલા ભક્તિ બાપુનો ઉતારો જેમના નિવાસ્થાને રાખવામાં આવ્યો હતો તે બહ
અમરેલી ભાગવત સપ્તાહમાં લાગણીસભર ક્ષણ: બહાદુરભાઈ બસિયા દ્વારા ભક્તિ બાપુનું સન્માન, આયોજકોએ પણ કર્યું વિશેષ સન્માન


- આયોજકોએ પણ કર્યું વિશેષ સન્માન.

અમરેલી, 25 મે (હિ.સ.) : અમરેલી ખાતે આયોજિત ભવ્ય ભાગવત સપ્તાહ દરમિયાન ભાવભીનાં અને આત્મીયતાભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાગવત કથાના વક્તા તરીકે પધારેલા ભક્તિ બાપુનો ઉતારો જેમના નિવાસ્થાને રાખવામાં આવ્યો હતો તે બહાદુરભાઈ બસિયાએ ભાવપૂર્વક ભક્તિ બાપુનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ધાર્મિક માહોલ વચ્ચે ઉપસ્થિત હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. બહાદુરભાઈ બસિયાએ ભક્તિ બાપુને પુષ્પહાર અને શાલ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તિ બાપુએ પણ પરિવારની સેવાભાવના અને આત્મીય સ્વાગતની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે ભાગવત સપ્તાહના આયોજક રસીલાબેન પરમારે પણ બહાદુરભાઈ બસિયાનું વિશેષ સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમોની સફળતા પાછળ અનેક સેવાભાવી લોકોનો નિસ્વાર્થ સહકાર રહેલો હોય છે અને બહાદુરભાઈએ ખૂબ ભાવથી સેવા બજાવી છે.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ઉપસ્થિત લોકોએ ભાગવત સપ્તાહની સુંદર આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande