
- મંત્રી કૌશિક વેકરીયા રહ્યા ઉપસ્થિત
અમરેલી, 25 મે (હિ.સ.) :
અમરેલી જિલ્લાના ધારી ખાતે ભવ્ય BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમારોહ દરમિયાન ધાર્મિક અને શૈક્ષણિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં આગેવાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને હરિભક્તો હાજર રહ્યા હતા.
મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે વિદ્યાનું આ મંદિર માત્ર શિક્ષણ પૂરતું સીમિત નહીં રહે પરંતુ વિદ્યાર્થીઓને સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોનું પણ કેળવણી કેન્દ્ર બનશે. આધુનિક શિક્ષણ સાથે આધ્યાત્મિકતા અને સંસ્કારનું સંકલન વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે.
સમારોહ દરમિયાન સંતોએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનું મજબૂત આધારસ્તંભ છે. BAPS સંસ્થા દ્વારા શિક્ષણ અને સેવા ક્ષેત્રે કરવામાં આવતા કાર્યોની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ આશા વ્યક્ત કરી હતી કે વિદ્યામંદિર અનેક વિદ્યાર્થીઓના જીવનને સકારાત્મક દિશા આપશે અને સમાજમાં સદાચાર તથા સંસ્કારનું પ્રેરણાસ્ત્રોત બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai