

પોરબંદર, 25 મે (હિ.સ.) : પોરબંદર શહેરના માર્કેટિંગયાર્ડ નજીક રવિવારે એક કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ નુકસાન પામ્યો હતો. જોકે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કાર આગળ અન્ય કોઈ વાહન પસાર થતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડ સાઈડના પોલ સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સદનસીબે કોઈ જાની થઈ નથી.આ ધટનામા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya