લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન: પ્રમુખ તરીકે જગદીશ દેથલીયા અને ઉપપ્રમુખ તરીકે વિજય કોગથીયાની વરણી
અમરેલી, 25 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે શાસન સ્થાપિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જગદીશભાઈ દેથલીયાની અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ કોગથીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રે
લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન, પ્રમુખ તરીકે જગદીશભાઈ દેથલીયા અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ કોગથીયાની વરણી


અમરેલી, 25 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે શાસન સ્થાપિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જગદીશભાઈ દેથલીયાની અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ કોગથીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવી બોડીની રચના બાદ કાર્યકરો દ્વારા વિજેતા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જીત બાદ “કોંગ્રેસ જિંદાબાદ”ના નારા સાથે સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.

નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ દેથલીયાએ જણાવ્યું હતું કે તાલુકાના સર્વાંગી વિકાસ માટે પારદર્શક અને જનહિતલક્ષી કામગીરી કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપપ્રમુખ વિજયભાઈ કોગથીયાએ પણ તમામ સભ્યોને સાથે રાખી તાલુકાના વિકાસ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આ જીતને લોકોના વિશ્વાસની જીત ગણાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande