કુછડી ગામે ખેડૂતને જમીન મામલે બબાલ.
પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદર નજીકના કુછડી ગામે રહેતા ખેડુત યુવાનની જમીમના બાવળા કાપવા માટે આવેલા મજુરોને એક શખ્સે ભગાડી અને ખેતરે જતા રસ્તા પર તાળુ મારી અને યુવાનને જમીન વહેંચાતી આપી તેમ કહી કુહાડી ધારણ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ
કુછડી ગામે ખેડૂતને જમીન મામલે બબાલ.


પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદર નજીકના કુછડી ગામે રહેતા ખેડુત યુવાનની જમીમના બાવળા કાપવા માટે આવેલા મજુરોને એક શખ્સે ભગાડી અને ખેતરે જતા રસ્તા પર તાળુ મારી અને યુવાનને જમીન વહેંચાતી આપી તેમ કહી કુહાડી ધારણ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પોરબંદરના કુછડી ગામે રહેતા રવિ પ્રતાપ ઓડેદરાના માતાની માલિકીની જમીનમા મજુરો બાવળ કાપવાની કામગીરી કરતા હતા તે દરમ્યાન રીણાવાડા ખાતે રહેતો વિક્રમ આવડા ઓડેદરા નામનો શખ્સ ધસી આવ્યો હતો અને મજુરોને ખેતરની બહાર કાઢી ખેતર જતા રસ્તા પર બાવળ નાંખી અને ડેલાને તાળુ મારી દીધુ હતુ અને રવિ ઓડેદરાને કહ્યુ હતુ કે ખેતરમાં આવ્યો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી તેમજ એક લાખનો વિધા લેખે જમીન આપી દેવાનુ કહી ભુંડી ગાળો આપી ધમકી આપી હતી આ બનાવ અંગે હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande