પોરબંદર જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતના સુકાનીઓની વર્ણી.
પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે તાલુકા પંચાયતોના સુકાનીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતોમાં ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવ
પોરબંદર જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતના સુકાનીઓની વર્ણી.


પોરબંદર જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતના સુકાનીઓની વર્ણી.


પોરબંદર જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતના સુકાનીઓની વર્ણી.


પોરબંદર જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતના સુકાનીઓની વર્ણી.


પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે તાલુકા પંચાયતોના સુકાનીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતોમાં ભાજપ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી નવનિયુકત હોદેદારોને શુભેરછા પાઠવામા આવી હતી

પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રતાપ કેશવાલાની વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે લલીતાબેન માવદિયા અને કારોબારી ચેરમેન તરીકે કેશુભાઈ ઓડેદરાની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તેમજ મહામંત્રી પ્રવિણભાઈ ખોરાવા સહિતના આગેવાનોએ શુભેરછા પાઠવી હતી. બીજી તરફ રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયેશભાઈ ભુતીયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન શિયાણીની વરણી કરવામાં આવી છે.અહિ પોરબંદર જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી સહિતના હોદેદારોએ શુભેરછા પાઠવછી હતી કુતિયાણા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રાણીબેન સામતભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે મિતુબેન મહેન્દ્રભાઈ સંતોષી તથા કારોબારી ચેરમેન તરીકે ભાવેશભાઈ રામદેભાઈ રાવલિયાની વરણી કરવામાં આવી છે.તેમજ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી અને લીલાભાઈ રાવલીયા સહિતના આગેવાનોએ શુભેરછા પાઠવછી હતી પોરબંદર જીલ્લાની ત્રણેય તાલુકા પંચાયતના નવા સુકાનીઓને ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નવા હોદેદારોએ ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ, પ્રાથમિક સુવિધાઓના વિસ્તરણ અને લોકોની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.જોકે પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખપદની વરણીને લઈને ભાજપમાં આંતરિક અસંતોષ ઉભો થયો હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. કેટલાક દાવેદારોમાં નારાજગી હોવાની અટકળો વચ્ચે અંતે “ઘીના ઠામમાં ઘી પડી ગયું” તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.હવે તમામની નજર આવતીકાલે થનારી પોરબંદર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી પર ટકેલી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande