“દિવ્યાંગ સાધન સહાય યોજના” બોટાદના દિવ્યાંગ યુવાન માટે બની આશીર્વાદરૂપ
ભાવનગર,25 મે (હિ.સ.) રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી “દિવ્યાંગ સાધન સહાય યોજના” દિવ્યાંગજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. યોજના અંતર્ગત આપવામાં આવતી ઇલેક્ટ્રિક વાહન સહાય દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વ
ભાવનગર


ભાવનગર,25 મે (હિ.સ.) રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી “દિવ્યાંગ સાધન સહાય યોજના” દિવ્યાંગજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. યોજના અંતર્ગત આપવામાં આવતી ઇલેક્ટ્રિક વાહન સહાય દિવ્યાંગજનોને આત્મનિર્ભર અને સ્વાવલંબી જીવન જીવવામાં મહત્વપૂર્ણ સહાયરૂપ બની રહી છે. સાથે સાથે પેટ્રોલ બચત અને પર્યાવરણ સંરક્ષણ જેવા સરકારના ઉદ્દેશોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવા ગામના રહેવાસી મુકેશ મનજીભાઈ વાંકડી આ યોજનાના લાભાર્થીઓમાંના એક છે. તેઓ રોજિંદા જીવનમાં અનેક પડકારો વચ્ચે જીવન જીવતા હતા. રોજગાર માટે તેઓ પોતાના ગામથી આશરે 6 કિલોમીટર દૂર આવેલા ઢસા ગામે હીરા કામ માટે અવરજવર કરે છે. અગાઉ મુસાફરી દરમિયાન તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થતો હતો.

પરંતુ સરકાર તરફથી ઇલેક્ટ્રિક વાહન સહાય મળ્યા બાદ હવે તેમની રોજિંદી મુસાફરી સરળ અને સુગમ બની ગઈ છે. તેઓ હવે વધુ આત્મવિશ્વાસ સાથે પોતાના કામ પર જઈ શકે છે અને રોજગાર ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.

મુકેશભાઈએ સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “દિવ્યાંગ સાધન સહાય યોજના માત્ર વાહન સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ દિવ્યાંગજનોના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો સંદેશ આપે છે. અમારા જેવા અનેક દિવ્યાંગોને રોજગાર અને જીવનમાં આગળ વધવા માટે આ યોજના આશીર્વાદરૂપ બની રહી છે.”

બોટાદ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમયાંતરે યોજાતા સાધન સહાય કાર્યક્રમો દિવ્યાંગજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande