પોરબંદરના જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ.
પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ગેસ ગોડાઉન પાછળ મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાઓને પોલીસે પકડી છે. પોલીસને બાતમી મળી હતી કે મફતિયાપરામાં કેટલીક મહિલાઓ જાહેરમાં પત્તા રમી રહી છે. જેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડયો હ
પોરબંદરના જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ.


પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ગેસ ગોડાઉન પાછળ મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાઓને પોલીસે પકડી છે. પોલીસને બાતમી મળી હતી કે મફતિયાપરામાં કેટલીક મહિલાઓ જાહેરમાં પત્તા રમી રહી છે. જેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડયો હતો.દરોડા દરમિયાન આશાપુરા ચોક ગેસ ગોડાઉન પાસે રહેતી ભાનુબેન ભીખા રાઠોડ, છાયાના ભીમરાવ ચોકમાં રહેતી ગીતા હમીર જોડ, વિરડી પ્લોટમાં રહેતી લક્ષ્મીબેન મધુ વારગીયા, મફતિયાપરા વિસ્તારમાં રહેતી શાંતિબેન નિલેશ શામળા અને વિરડી પ્લોટ શેરી નંબર આઠમાં રહેતી લાભુબેન અશ્વિન પાંડાવદરા જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગારના પટમાંથી 14,180 રૂપિયાની રોકડ અને ગંજીપત્તાના ૫૨ પાના કબજે કર્યા છે. પોલીસે તમામ પાંચ મહિલાઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી અટકાયતના પગલાં લીધા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande