આદિપુરમાં કુંટણખાનાં પર પોલીસનો દરોડો : યુવક ઝડપાયો, અનૈતિક દેહવ્યાપાર કાયદા હેઠળ ગુનો નોંધાયો
કચ્છ, 25 મે (હિ.સ.) ગાંધીધામ તાલુકાના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કુંટણખાનું ચલાવવાની પ્રવૃત્તિ સામે આદિપુર પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં અનૈતિક દેહવ્યાપાર અને ગેરકાયદ
આદિપુર કુટણખાના કેસનો આરોપી


કચ્છ, 25 મે (હિ.સ.) ગાંધીધામ તાલુકાના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કુંટણખાનું ચલાવવાની પ્રવૃત્તિ સામે આદિપુર પોલીસે સફળ કાર્યવાહી હાથ ધરી એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પૂર્વ કચ્છ જિલ્લામાં અનૈતિક દેહવ્યાપાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત દેખરેખ અને સખત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,જિલ્લામાં અનૈતિક દેહવ્યાપાર સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે આદિપુર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન રાજનગર વિસ્તારમાં આવેલા અંતરજાળ વિસ્તારમાં એક મકાનમાં ગેરકાયદેસર રીતે કુંટણખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે અનૈતિક દેહ વ્યાપાર (નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઝડપાયેલ આરોપીની ઓળખ યોગેશ પરષોતમભાઈ દવે , ગાંધીધામ તરીકે થઈ છે. આરોપી મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામનો રહેવાસી હોવાનું પણ બહાર આવ્યું છે.આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો હેઠળ અનૈતિક દેહવ્યાપાર (નિવારણ) અધિનિયમની કલમ 3,4 અને 5 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી. પોલીસ દ્વારા હવે આ પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલ છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande