હમીરસર તળાવમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ભુજમાં ચકચાર, ફાયર ટીમે બહાર કાઢી બોડી
કચ્છ, 25 મે (હિ.સ.) : ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ વિસ્તારમાં આજે સવારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ દેખાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 25/05/2026ના રોજ સવારે અંદાજે 9:30 વાગ્યાની આસપાસ હમીરસર તળાવ પાસે આવેલી
હમીરસર તળાવમાં ડૂબેલ વ્યક્તિ ને કાઢતા ફાયર બ્રિગેડ ટીમ


હમીરસર તળાવમાં ડૂબેલ વ્યક્તિ ને કાઢતા ફાયર બ્રિગેડ ટીમ


કચ્છ, 25 મે (હિ.સ.) : ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ વિસ્તારમાં આજે સવારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ દેખાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તારીખ 25/05/2026ના રોજ સવારે અંદાજે 9:30 વાગ્યાની આસપાસ હમીરસર તળાવ પાસે આવેલી પાવડી નજીક પાણીમાં એક વ્યક્તિની બોડી તરતી હાલતમાં જોવા મળતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ભુજ નગર પાલિકાની ફાયર ટીમને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ ભુજ ફાયર વિભાગની ટીમ વિલંબ કર્યા વગર સ્થળ પર દોડી પહોંચી હતી. ફાયર ટીમે જરૂરી સાવચેતી અને રેસ્ક્યુ સાધનોની મદદથી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે કૌતુકનું વાતાવરણ સર્જાયું હતું. આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન ટીમ લીડર વિશાલ ગઢવી, વિશાલ ગોર તેમજ ટ્રેઇની સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટીમે સંકલનપૂર્વક કામગીરી પૂર્ણ કરી મૃતદેહને આગળની કાર્યવાહી માટે પોલીસ તંત્રને સોંપ્યો હતો.

મૃતકની ઓળખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઘટનાને લઈને શહેરમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે અને પોલીસ સમગ્ર મામલે તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande