ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાની આવકમાં 50 ટકા ઘટાડો, ભાવમાં તેજી
મહેસાણા, 25 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડમાં અજમાની સિઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. સિઝન પૂર્ણ થવાના આરે હોવાથી અજમાની દૈનિક આવકમાં આશરે 50 ટકા ઘટાડો નોંધાયો છે. આવક ઘટતા બજારમાં અજમાના ભાવમાં પણ છેલ્લા પખવાડિયામાં મણ
ઊંઝા માર્કેટ યાર્ડમાં અજમાની આવકમાં 50 ટકા ઘટાડો, ભાવમાં તેજી


મહેસાણા, 25 મે (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડમાં અજમાની સિઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. સિઝન પૂર્ણ થવાના આરે હોવાથી અજમાની દૈનિક આવકમાં આશરે 50 ટકા ઘટાડો નોંધાયો છે. આવક ઘટતા બજારમાં અજમાના ભાવમાં પણ છેલ્લા પખવાડિયામાં મણ દીઠ ₹200 થી ₹300 સુધીનો વધારો જોવા મળ્યો છે.

માહિતી મુજબ, અગાઉ ઊંઝા યાર્ડમાં રોજ અંદાજે 2000 બોરી અજમાની આવક થતી હતી, જે હવે ઘટીને આશરે 1000 બોરી સુધી પહોંચી ગઈ છે. હાલમાં મુખ્યત્વે કાઠિયાવાડ અને મહેસાણા જિલ્લામાંથી અજમાની આવક થઈ રહી છે. આવકમાં ઘટાડાની સીધી અસર બજાર ભાવ પર જોવા મળી રહી છે. સ્થાનિક ઘરાકી વધતા અજમાના ભાવમાં તેજી આવી છે. હાલમાં સરેરાશ માલના ભાવ પ્રતિ મણ ₹2300 થી ₹2600, સારા માલના ભાવ ₹2600 થી ₹2900 તેમજ એક્સ્ટ્રા બોલ્ડ માલના ભાવ ₹2900 થી ₹3500 સુધી બોલાઈ રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા મુજબ અજમાની સિઝન મે મહિનાના અંત સુધી ચાલુ રહેવાની શક્યતા છે. અજમાનો ઉપયોગ મસાલા ઉપરાંત આયુર્વેદિક દવાઓ અને ઘરગથ્થુ ઉપચારમાં પણ મોટા પ્રમાણમાં થતો હોવાથી બજારમાં તેની માંગ સતત જળવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande