તોરણવાળી બજાર ખાતે હેરિટેજ સ્ટ્રીટ પ્રોજેક્ટની કામગીરી તેજ
મહેસાણા, 25 મે (હિ.સ.) : મહેસાણાના તોરણવાળી બજાર ચોક ખાતે ચાલી રહેલા હેરિટેજ સ્ટ્રીટ પ્રોજેક્ટની કામગીરી હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. રૂ.4.38 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ હેઠળ સિટી બસ પીકઅપ સ્ટેન્ડથી પુસ્તકાલય અને સિંધી માર્કેટથી ઘડિયાળ સર
તોરણવાળી બજાર ખાતે હેરિટેજ સ્ટ્રીટ પ્રોજેક્ટની કામગીરી તેજ


મહેસાણા, 25 મે (હિ.સ.) : મહેસાણાના તોરણવાળી બજાર ચોક ખાતે ચાલી રહેલા હેરિટેજ સ્ટ્રીટ પ્રોજેક્ટની કામગીરી હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. રૂ.4.38 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ હેઠળ સિટી બસ પીકઅપ સ્ટેન્ડથી પુસ્તકાલય અને સિંધી માર્કેટથી ઘડિયાળ સર્કલ સુધી હેરિટેજ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

હાલમાં પુસ્તકાલયથી બસ સ્ટોપ તરફની બાજુનું ફાઉન્ડેશન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે હવે સામેની બાજુએ પણ 3-3 મીટરના અંતરે ખાડા ખોદી ફાઉન્ડેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. ત્યારબાદ મધ્ય ભાગમાં વિકાસ કામગીરી હાથ ધરાશે.

મધ્ય માર્ગ પર કામ શરૂ થતાં હાલનો ડામર રોડ અસ્થાયી રીતે બંધ કરાશે. જોકે, વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ફાઉન્ડેશન અને દુકાનો વચ્ચે બંને બાજુ 5.5 મીટરની જગ્યા ખુલ્લી રાખવામાં આવશે, જ્યાંથી વન-વે ટ્રાફિક ચાલુ રહેશે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે અવરજવર સરળ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ, ફાઉન્ડેશન બાદ ફ્લોરિંગ, પીસીસી અને કોટાસ્ટોનનું કામ હાથ ધરાશે, જ્યારે પિલર સ્થાપનાનું કામ અંતિમ તબક્કામાં કરવામાં આવશે. ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મોટાભાગની કામગીરી રાત્રિના સમયે કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande