ભક્તિરામ બાપુની ભાગવત કથામાં મંત્રી કૌશિક વેકરીયા રહ્યા ઉપસ્થિત, કથાશ્રવણનો લીધો પાવન લાભ
અમરેલી, 25 મે (હિ.સ.) : અમરેલી ખાતે શ્રી રામેશ્વર સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિરામ બાપુના શ્રીમુખેથી ચાલી રહેલી ભાગવત કથામાં ઉપસ્થિત રહી તેમણે કથાશ્રવણનો પાવન લાભ લીધો હત
મંત્રી કૌશિક વેકરીયા ભક્તિરામ બાપુની ભાગવત કથામાં રહ્યા ઉપસ્થિત, કથાશ્રવણનો લીધો પાવન લાભ


અમરેલી, 25 મે (હિ.સ.) : અમરેલી ખાતે શ્રી રામેશ્વર સત્સંગ મંડળ આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિરામ બાપુના શ્રીમુખેથી ચાલી રહેલી ભાગવત કથામાં ઉપસ્થિત રહી તેમણે કથાશ્રવણનો પાવન લાભ લીધો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અને આગેવાનો હાજર રહ્યા હતા.

ભાગવત કથાના આધ્યાત્મિક માહોલ વચ્ચે મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય ઉપદેશો અને શ્રીમદ્ ભાગવતના સંસ્કારમય સંદેશો માનવજીવનને સદાચાર, ભક્તિ અને સેવા તરફ પ્રેરિત કરે છે. આવા ધાર્મિક આયોજનો સમાજમાં સંસ્કાર અને આધ્યાત્મિકતાનું સિંચન કરે છે.

કથાસ્થળે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત લોકોએ ભક્તિરામ બાપુના પ્રવચનોને ભાવપૂર્વક સાંભળ્યા હતા. મંત્રીએ આયોજક શ્રી રામેશ્વર સત્સંગ મંડળના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો સમાજને એકતા અને સકારાત્મક દિશા આપતા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ અંતે હરિભક્તોએ ભગવાનના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande