આનંદનગર પરિવાર અને તુલસી મહિલા મંડળ આયોજિત શ્રી રામકથામાં મંત્રી કૌશિક વેકરીયા રહ્યા ઉપસ્થિત
અમરેલી,25 મે (હિ.સ.) શ્રી આનંદનગર પરિવાર તથા તુલસી મહિલા મંડળ દ્વારા આયોજિત પાવન શ્રી રામકથામાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ધર્મમય અને ભક્તિમય વાતાવરણનો લાભ લઈ ભગવાન શ્રીરામના આદર્શો અને સંસ્કારોના સંદેશને આત્મસ
આનંદનગર પરિવાર અને તુલસી મહિલા મંડળ આયોજિત શ્રી રામકથામાં મંત્રી કૌશિક વેકરીયા રહ્યા ઉપસ્થિત


અમરેલી,25 મે (હિ.સ.) શ્રી આનંદનગર પરિવાર તથા તુલસી મહિલા મંડળ દ્વારા આયોજિત પાવન શ્રી રામકથામાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ધર્મમય અને ભક્તિમય વાતાવરણનો લાભ લઈ ભગવાન શ્રીરામના આદર્શો અને સંસ્કારોના સંદેશને આત્મસાત કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હરિભક્તો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કથાના પાવન પ્રસંગે સમગ્ર વાતાવરણ “જય શ્રીરામ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામના જીવનમૂલ્યો, સદાચાર અને સંસ્કાર સમાજને નવી દિશા આપે છે અને માનવજીવનને સકારાત્મક માર્ગ પર આગળ ધપાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી આધ્યાત્મિક કથાઓ સમાજમાં એકતા, સંસ્કૃતિ અને સંસ્કારોને વધુ મજબૂત બનાવે છે. આજના યુગમાં યુવાનોને ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવા આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે.

આ પ્રસંગે આયોજકો દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ પણ કથાના સુંદર આયોજન અને આધ્યાત્મિક વાતાવરણની પ્રશંસા કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande