નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હાથથી કમળ ખીલી ઉઠ્યું
- 16 બેઠકોમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી - આપના એક જીતેલા ઉમેદવારનું મૃત્યુ થતા હાથમાં આવેલી સત્તા છીનવાઈ ગઈ - કોંગ્રેસના મહિલા ઉમેદવારે ટેકો આપતા ભાજપાના પ્રમુખ બન્યા અને કોંગ્રેસને ઉપ-પ્રમુખ પદ મળ્યુ ભરૂચ 25 મે
નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હાથથી કમળ ખીલી ઉઠ્યું


નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હાથથી કમળ ખીલી ઉઠ્યું


નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હાથથી કમળ ખીલી ઉઠ્યું


નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હાથથી કમળ ખીલી ઉઠ્યું


નેત્રંગ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના હાથથી કમળ ખીલી ઉઠ્યું


- 16 બેઠકોમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી

- આપના એક જીતેલા ઉમેદવારનું મૃત્યુ થતા હાથમાં આવેલી સત્તા છીનવાઈ ગઈ

- કોંગ્રેસના મહિલા ઉમેદવારે ટેકો આપતા ભાજપાના પ્રમુખ બન્યા અને કોંગ્રેસને ઉપ-પ્રમુખ પદ મળ્યુ

ભરૂચ 25 મે (હિ.સ.) : ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી છે. નેત્રંગના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા. ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા “ઉલટી ગંગા” જોવા મળી હતી. સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે સાથે મળી ગઠબંધન કર્યું હતું.

તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. જોકે આપના એક જીતેલા ઉમેદવારનું નિધન થયા બાદ સંખ્યા બળમાં ફેરફાર થયો હતો. જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસીભરી બની હતી.ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરીએ પહોંચ્યા હતા. જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રમુખ માટે મતદાન થતા કોંગ્રેસના એક મહિલા સભ્યના મતથી પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નયના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી.ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીતના દાવા કર્યા હતા.નેત્રંગ તાલુકા પંચાયત ભાજપાની બનતા જય જય શ્રી રામના નારા લાગ્યા હતા અને સૌએ પ્રમુખ ઉપ-પ્રમુખ સહિતના જીતેલા ઉમેદવારોને વધાવી લીધા હતા.

બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસકાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યએ ભાજપને સમર્થન આપ્યું હતું.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાડોસી જિલ્લા નર્મદામાં સંમેલન કરી રહ્યા છે એવા જ સમયે નેત્રંગમાં આમ આદમી પાર્ટીના મુખે સત્તાનો કોળિયો આવતો આવતો રહી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande