ભાવનગર જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક યોજાઈ : અશોક લાધવા પ્રમુખ અને સુજાનસિંહ ગોહિલ ઉપપ્રમુખ તરીકે વરાયા.
ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ બેઠક આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી. બેઠક જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્ર
ભાવનગર


ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ બેઠક આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી. બેઠક જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

બેઠકના મુખ્ય એજન્ડા મુજબ જિલ્લા પંચાયત પ્રમુખ પદે અશોક લાધવા અને ઉપપ્રમુખ પદે સુજાનસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નવી ટીમની જાહેરાત થતાં જિલ્લા પંચાયત સભ્યો અને ઉપસ્થિત આગેવાનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલએ નવનિયુક્ત પ્રમુખ અશોક લાધવા તથા ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલને અભિનંદન પાઠવતાં શુભેચ્છાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વિકાસના કાર્યોમાં સૌ સાથે મળીને કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે.

આ પ્રથમ બેઠકમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લા વિકાસ સંબંધિત મુદ્દાઓ પર પણ પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.

નવી ટીમની રચના બાદ જિલ્લા પંચાયતના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande