
પોરબંદર, 25 મે (હિ.સ.)પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ફોદાડા ડેમની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા તેની તાત્કાલિક મરામત અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. પાઇપલાઇનમાં થયેલા લીકેજને કારણે પાણીનો વ્યાપક બગાડ થતો હોવા સાથે પાણી પુરવઠા વ્યવસ્થાને અસર પહોંચતી હોવાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત લીકેજ ધરાવતા ભાગને પાઇપલાઇનનું ખોદકામ, ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ તેમજ જરૂરી ટેકનિકલ મેન્ટેનન્સ હાથ ધરવામાં આવશે. કામગીરી દરમિયાન ફોદાડા ડેમથી આવતો મુખ્ય પાણી પુરવઠો અસ્થાયી રીતે બંધ રાખવાની જરૂરિયાત ઉભી થતા પોરબંદર શહેરમાં આગામી તા. 24, 25 અને 26 મે 2026 એમ ત્રણ દિવસ સુધી પીવાના પાણીનો પુરવઠો નહિવત રહેશે.
મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગે નાગરિકોને કરકસરપૂર્વક ઉપયોગ પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી છે. વધુમાં વિભાગ દ્વારા જણાવાયું હતું કે, સમારકામની કામગીરી શક્ય તેટલી વહેલી તકે પૂરી કરી નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya