ચાણસ્માના મંડલોપ ગામ નજીક ચારો ચરવા ગયેલા 8 પશુઓના મોત
પાટણ, 25 મે (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીક હાઇવે પાસે આવેલા ખેતરમાં ચારો ચરવા ગયેલા 8 પશુઓના ખોરાકી ઝેરની અસરથી મોત થયા હતા. આ ઘટનાથી પશુપાલક પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પશુપાલક મનુ નટા ઠાકોરની 6 ગાંભણ ભેંસ અને
ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીક હાઇવે પાસે ખેતરમાં ચારો ચરવા ગયેલા 8 પશુઓના ખોરાકી ઝેરની અસરથી મોત થયાની આશંકા.


પાટણ, 25 મે (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીક હાઇવે પાસે આવેલા ખેતરમાં ચારો ચરવા ગયેલા 8 પશુઓના ખોરાકી ઝેરની અસરથી મોત થયા હતા. આ ઘટનાથી પશુપાલક પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પશુપાલક મનુ નટા ઠાકોરની 6 ગાંભણ ભેંસ અને 2 નાના પાડા અચાનક બિમાર પડી જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનામાં અન્ય 4 ભેંસોને સમયસર બચાવી લેવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સકોની ટીમ સ્થળ પર પહોંચી હતી. ડો. જીગર ચૌધરીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ ખોરાકી ઝેરના કારણે પશુઓના મોત થયાની શક્યતા છે. મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

આ દુર્ઘટનામાં પશુપાલકને અંદાજે રૂ. 6 લાખથી વધુનું નુકસાન થયું છે. પીડિત પરિવારે સરકાર પાસે યોગ્ય વળતર અને તાત્કાલિક આર્થિક સહાયની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande