લગ્નના હારની યાદો તાજી: સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ બનેલા દક્ષાબેન મહિડાને પતિએ પહેરાવ્યો પુષ્પહાર
અમરેલી, 25 મે (હિ.સ.) : સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દક્ષાબેન મુકેશભાઈ મહિડાની વરણી થતા ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પ્રમુખપદની સત્તાવાર જાહેરાત બાદ સૌપ્રથમ તેમના પતિ મુકેશભાઈ મહિડાએ તેમને પુષ્પહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. આ અનોખી ક્ષણ જ
લગ્નના હારની યાદો તાજી: તાલુકા પંચાયત પ્રમુખ બનેલી દક્ષાબેન મહિડાને પતિએ પહેરાવ્યો પુષ્પહાર


અમરેલી, 25 મે (હિ.સ.) : સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે દક્ષાબેન મુકેશભાઈ મહિડાની વરણી થતા ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. પ્રમુખપદની સત્તાવાર જાહેરાત બાદ સૌપ્રથમ તેમના પતિ મુકેશભાઈ મહિડાએ તેમને પુષ્પહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. આ અનોખી ક્ષણ જોઈ તાલુકા પંચાયતના હોદ્દેદારો, સભ્યો અને ઉપસ્થિત લોકો હસી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.

આ પ્રસંગે ઘણા લોકોએ ટિપ્પણી કરી કે લગ્ન સમયે જેમ પતિએ પત્નીને હાર પહેરાવ્યો હતો, તેવી જ યાદ વર્ષો પછી ફરી તાજી થઈ ગઈ. રાજકીય અને સામાજિક જીવનમાં વ્યસ્તતા વચ્ચે દંપતિ વચ્ચેનો આ લાગણીસભર ક્ષણ સૌના દિલને સ્પર્શી ગયો હતો.

દક્ષાબેન મહિડાએ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને તાલુકાના વિકાસ માટે પ્રતિબદ્ધ રહી કામગીરી કરવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, રસ્તા, પાણી અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ટીમ સાથે મળીને કાર્ય કરવામાં આવશે.

આ પ્રસંગે કાર્યકરો અને સમર્થકોએ દક્ષાબેન મહિડાને શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande