પાટણના સિદ્ધિ સરોવરમાં વધુ એક યુવકે આત્મહત્યા કરી.
પાટણ, 26 મે (હિ.સ.)પાટણના સિદ્ધિ સરોવરમાં મંગળવારે વધુ એક વ્યક્તિએ અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને નગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ સરોવરમાં શોધખોળ હાથ ધરી
પાટણના સિદ્ધિ સરોવરમાં વધુ એક યુવકે આત્મહત્યા કરી.


પાટણ, 26 મે (હિ.સ.)પાટણના સિદ્ધિ સરોવરમાં મંગળવારે વધુ એક વ્યક્તિએ અગમ્ય કારણોસર ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને નગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ફાયર વિભાગના કર્મચારીઓએ સરોવરમાં શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા.

પોલીસે મૃતકની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના ખિસ્સામાંથી મોબાઈલ, પાકીટ અને આધાર કાર્ડ સહિતની વસ્તુઓ મળી આવી હતી.

મૃતકના જમણા હાથે ‘દિનેશ’ લખેલું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક લોકો આ સરોવરમાં જીવ આપી ચૂક્યા છે, ત્યારે વધુ એક બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande